Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ

 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ


"ભારત એ સમગ્ર વિશ્વનું ભવિષ્ય બની રહેશે," ઉપરોક્ત શબ્દ ખેરગામની જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમના અધ્યક્ષ પદે બિરાજમાન ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા, 

 અત્રે એ નોંધવું રહ્યું કે ખેરગામની પ્રતિષ્ઠા શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામમાં તારીખ 18/ 12 /20124 ને બુધવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરમ પૂજ્ય શ્રીપ્રફુલભાઈ શુક્લ કથાકાર, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈ,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

કાર્યક્રમની શરૂઆત શાળાના પરિસરમાં બિરસા મુંડા હોલનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યું, 

ત્યારબાદ દીપ પ્રગટીકરણ અને પ્રાર્થના થકી વાર્ષિક ઇનામ વિતરણ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી, 

જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી તે બદલ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા જાહેર કરેલ સ્કોલરશીપ તેમજ વર્તમાન શિક્ષકો દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા,

ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિમાં જેમ કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃત દેખાવ કર્યો હતો તે વિદ્યાર્થીઓને શાળા વતી શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, 

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યશ્રી ચેતન કે પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્ય આરતીબેન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, 

શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ 10 કૃતિઓ ખૂબ જ ઉત્સાહથી રજૂ કરવામાં આવી હતી. 

 આ કાર્યક્રમની સાથે સાથે સમૂહ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમૂહ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો. જે બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, મંત્રીશ્રી મુસ્તનશીર વોહરા દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ તમામે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ખૂબ જ જેહમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ લાડ, વિપુલ રામચંદ્ર પવાર અને શિક્ષિકા શ્રીમતી ડિમ્પલ બેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.

માહિતી સ્રોત: જીજ્ઞેશ પટેલ


















Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024