નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન
"નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું."
નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે.
તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે.
આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર રાખી મેદાનમાં તેમના કુશળતાને પરિષ્કૃત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો છે.
આ અવસરે માનનીય ધારાસભ્યશ્રીએ બાળકોને હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમના વિકાસ માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના છે તેમ જણાવ્યું હતું.
આ રમતોત્સવમાં શ્રી રાકેશભાઈ દેસાઈ (ધારાસભ્યશ્રી, નવસારી), શ્રીમતિ પ્રતિભાબેન આહીર (પ્રમુખશ્રી, તા.પં. નવસારી),શ્રી ડૉ.અરુણકુમાર અગ્રવાલ (જિ.પ્રા. શિક્ષણાધિકારીશ્રી, નવસારી),શ્રીમતિ રમીલાબેન પટેલ (અધ્યક્ષશ્રી, જિ.પં.શિ.સમિતિ, નવસારી),શ્રી હસમુખભાઈ પટેલ (ખાટાવાડ, કસ્બાપાર),શ્રી ભુપેન્દ્રકુમાર રાઠોડ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત, નવસારીશ્રી વિશાલસિંહ રાઠોડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકા પંચાયત, નવસારી (શિક્ષણ શાખા), નવસારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રીશ્રી હેમંતસિંહ ચૌહાણ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી સહિત સંઘના હોદ્દેદારો, કેન્દ્ર શિક્ષકોશ્રીઓ, મુખ્યશિક્ષકશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment