Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ.

 Khergam news : પ્રાથમિક શિક્ષણમાં નવી દિશા: GCERT માર્ગદર્શિત અંગ્રેજી (અજમાયશી) વિષયની તાલીમ યોજાઈ.

તારીખ:- 12/12/2024

તાલીમ નું સ્થળ :- નાંધઈ પ્રાથમિક શાળા

માર્ગદર્શન :- GCERT ગાંધીનગર 

સ્થાનિક માર્ગદર્શક :- જિલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી 

તારીખ :- 11/12/2024 ,વાર:- બુધવાર થી 12/12/2024 , વાર :- ગુરુવાર સુધી "ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશી" બે દિવસીય તાલીમ GCERT ના માધ્યમ થી જીલ્લા શિક્ષણ તાલીમ ભવન , નવસારી દ્વારા "નાંધઈ પ્રાથમિક શાળા " ખાતે યોજાઈ હતી.

જેમાં, વર્ગસંચાલકશ્રી  ડાયેટના સિનિયર લેક્ચરર શ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC શ્રી વિજયભાઈ પટેલ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને વિષય સંબંધિત દોરવણીના આધારે તેમજ પ્રથમ દિવસે વિજયભાઈ દ્વારા પ્રાર્થના અને ભજન ગાઈ અને દ્વિતીય દિવસે અંગ્રેજી પ્રાર્થના અને ભજન કરી પ્રેકટીકલ વાતાવરણ અને ભાવાવરણ ઉભુ કરી શુભ શરૂઆત કરવામાં આવી.

જેમાં એક દિવસે  બાયસેગના માધ્યમથી GCERT દ્વારા તાલીમ વિશે તાલીમના અનુસંધાને ઓનલાઇન  કાર્યક્રમ  રોજે 11 થી 12 એમ કુલ 1 કલાક સુધી માહિતી મેળવ્યા પછી.., ત્યારબાદ  ડાયેટ ના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ સાહેબશ્રીએ તાલીમ અનુસંધાને મહત્વ તેમજ સતત વ્યવસાયિક સજ્જતા વિશે વાત  કરી હતી.


ત્યારબાદ તજજ્ઞશ્રી મિત્રો શ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને શ્રી હિરેનભાઈ પટેલ(લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા ધોરણ 5 અંગ્રેજી વિષય અજમાયશીની તાલીમ ખુબજ ઉત્સાહથી ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાઓના અંગ્રેજી વિષયના શિક્ષકો, જેઓ   તમામ સહભાગી તાલીમાર્થી તરીકે રસ લઈને ધગશપૂર્વક દરેક પ્રવૃત્તિ માં સહભાગીદારીતા દાખવી હતી.

           ઉપરોક્ત બે દિવસ દરમ્યાન ધોરણ 5 અંગ્રેજી વિષય સંબંધિત તેમજ વિષય અનુસંધાને  સજાગતા, પ્રવૃત્તિમય શિક્ષણ અને વિવિધ પ્રયુક્તિ દ્વારા કઠિનતા મૂલ્યો ને ઉકેલ કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા.. 

જેમાં અંગ્રેજી વિષયને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત સ્પષ્ટ અને સરળ તેમજ નીડરતાથી અંગ્રેજી વિષય કેવી રીતે રસપ્રદ બનાવી પ્રેક્ટીકલ અધ્યાપન પદ્ધતિ ,પ્રવિધિ, પ્રયુક્તિ, અને પ્રવૃત્તિના અનુસંધાને અસરકારક રીતે ભણાવો તેના વિશે સુવ્યવસ્થિત ટેકનિક ના માધ્યમ થી સૌ સારસ્વત શિક્ષક મિત્રોને માહિતગાર તેમજ અવગત કરાયા હતા.


       તાલીમ દરમ્યાન ધો.5 અંગ્રેજી વિષય અજમાયશી ના લગતી અને સુસંગત પ્રવૃત્તિઓ અને પ્રેકટીકલ  રજૂઆત કરાઈ અને અંગ્રેજી વિષય ભણાવતા અને તાલીમ માં આવેલા તાલીમાર્થી શિક્ષકમિત્રો નો જૂથ બનાવી GROUP WORK TEACHING લક્ષી સરસ મજાની ,રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવી .. 

👉  કરાવેલ પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ ની યાદી નીચે મુજબ છે . ....

1.WARMER ACTIVITY 

2.TPR (ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ) 

3.LISTENING ACTIVITY 

👉 Singing action song and rhymes

 (અભિનય ગીત)

👉Story telling (હાવભાવ દ્વારા વાર્તા કથન)

4.READING ACTIVITY (વાંચન પ્રવૃત્તિ)

5.WRITING ACTIVITY (લેખન પ્રવૃત્તિ)

6.LANGUAGE FUNCTION(ભાષાકીય કાર્ય )

7.VOCABULARY(શબ્દભંડોળ)

8.DO IT YOURSEL (જાતે કરતા શીખવું)

9.LANGUAGE GAMES (ભાષાકીય રમત...)

ઉપરોક્ત મુજબની પ્રેક્ટીકલ પ્રવૃતિઓ અને રમતોનું  સમાવેશ કરી તાલીમ ને સફળ બનાવી પોતાના વર્ગખંડ સુધી તમામ પ્રવૃત્તિ અને રમતો બાળકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ અને પરિશ્રમ કરવાનો દ્રઢનિશ્ચય લીધો..

#EducationTraining

#PrimaryEducation

#TeacherDevelopment

#EnglishLearning

#TeachingTechniques

#GCERTTraining

#KhergamEducation

#InnovativeTeaching

#PracticalLearning

#LanguageSkills

#ProfessionalDevelopment

#StudentEngagement

#EnglishEducation

#EffectiveTeaching

#TeacherEmpowerment


Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...