માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...