Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો.

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો. તારીખ :૨૩-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આ કાર્યક્રમ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ખાતે યોજાયો હતો.  જેમાં તોરણવેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાએ  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમજ તેમણે પાંચ વર્ષ સુધીનાં બાળદેવોને પોલિયોનાં ટીપાં પીવડાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ તો ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જે વાત સરકારશ્રી દ્વારા દેશના નાગરિકોને ધ્યાને લાવેલ  છે. તેથી આપના બાળકને દર વખતે પોલિયોના ટીંપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ 23 જુન રવિવાર પોલિયોના બે ટીપાં જીંદગી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ્્્્ Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

ડાંગ કલેકટરશ્રીએ પણ પોલિયો બુથની મુલાકાત લીધી

ડાંગ કલેકટરશ્રીએ પણ પોલિયો બુથની મુલાકાત લીધી *પોલિયો રવિવાર* - *ડાંગ કલેકટરશ્રીએ પણ પોલિયો બુથની મુલાકાત લીધી* - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા. ૨૩ : પોલિયો... Posted by Info Dang GoG on  Sunday, June 23, 2024

ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું.

ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું. તા.23/06/2024 ના દીને ધરમપુર ના મોટીઢોલ ડુંગરી ગામની પ્રાંતઅધિકારી શ્રી અમિત એચ ચૌધરી સાહેબ એ મુલાકાત લઈ અને ગામના પ્રશ્નોને સાંભળી પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત કરી હતી. આખા ગુજરાતમાં એકમાત્ર ધરમપુર તાલુકાનું મોટીઢોલડુંગરી ગામને મોડેલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હોય જેના અનુસંધાને ખાસ ગામના આદીમજૂથના પ્રશ્નોમાં આદિમજૂથમાં આવાસ,જાતિના દાખલો કાઢવા,આધારકાર્ડ કાઢવા,રેશનકાર્ડમાં નામ ન હોય તે નામ દાખલ કરવા બાબતે,આદિમજૂથમાં અલગ થી TC નાખવું,જેમના ઘરે લાઈટ માટેનું મીટર ન હોય એમને મીટર માટે ની પ્રોસેસ અંગે,કોઝવે,અને પ્રોટેક્શન વોલ બનાવવા અંગે અને આદિમજૂથમાં બનતા આવાસોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા અને સાથે આદિમજૂથમાં ઓછી ઉંમર માં દીકરી ઓને ન પરણાંવવા અંગે નું સુચન કરવામાં આવ્યું જ્યાં ધરમપુરના નાયબ મામલતદારશ્રી,તાલુકા પંચાયતના અનિલ ભાઈ,તલાટી કમમંત્રીશ્રી ઉષાબેન,પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદભાઈ પટેલ,મગનભાઈ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ,સંદીપભાઈ,તેજલબેન નયન પટેલ,હેતલબેન જયેશભાઈ,કન્ટોલ વાળા સુરેશભાઈ,અને ગામના અગ્રણીઓ હાજર

હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા

સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા   હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા   સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા. દસમા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર વિવિધ જગ્યાઓ પર યોગ કરાયા હતા. ભારતીય પરંપરા મુજબ યોગ શારીરીક અને માનસિક સ્વાથ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ યોગના મહત્વને નાગરીકો સમજે અને દરેક નાગરીક સ્વંય યોગ કરી સ્વથ્ય બને તે હેતુથી વિશ્વ યોગ દીનની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા. સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા *** હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ –... Posted by Info Sabarkantha GoG on  Friday, June 21, 2024

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

 “ સ્વંય અને સમાજ માટે યોગ’’ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે  ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ સ્વંય અને સમાજ માટે યોગ’’ની થીમને ધ્યાનમાં

ધરમપુર : ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા સાહેબની અઘ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો.

ધરમપુર : ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા સાહેબની અઘ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો. જય જોહાર *આજરોજ તા.22/06/2024 ના દીને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા ની આદયક્ષસ્થાને લોક દરબાર... Posted by Kalpesh Patel on Saturday, June 22, 2024 ચોમાસા દરમિયાન વિલસન હિલ ઉપર દમણ મહારાષ્ટ્ર તેમજ સેલવાસ થી આવનાર પીદ્ધડો થઈ જજો સાવધાન ધરમપુર થી વિલસન હિલ રોડ ઉપર ચોમાસા દરમ્યાન પોલીસ રહેશે તૈનત ગામો સી સી ટી વી કેમરા થી થશે સજ્જ Posted by પાક્કો વલસાડી on  Saturday, June 22, 2024

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

   Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..