માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો. તારીખ :૨૩-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોલિયો દિવસ ઉજવાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ખાતે યોજાયો હતો. જેમાં તોરણવેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તેમજ તેમણે પાંચ વર્ષ સુધીનાં બાળદેવોને પોલિયોનાં ટીપાં પીવડાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ તો ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે. પરંતુ હજુ પણ કેટલાંક દેશોમાંથી પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જે વાત સરકારશ્રી દ્વારા દેશના નાગરિકોને ધ્યાને લાવેલ છે. તેથી આપના બાળકને દર વખતે પોલિયોના ટીંપા પીવડાવી, ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં આપનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. આજ રોજ 23 જુન રવિવાર પોલિયોના બે ટીપાં જીંદગી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા ્્્્ Posted by Sunil Dabhadiya on...