Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના યઝદ ચિનોઈને વર્લ્ડ બેન્ચ પ્રેસમાં ગોલ્ડ-સિલ્વર મેડલ

  વલસાડના યઝદ ચિનોઈને વર્લ્ડ બેન્ચ પ્રેસમાં ગોલ્ડ-સિલ્વર મેડલ

નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

    નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા - ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું #TeamNavsari   #rain2024   #navsari   #gujarat   pic.twitter.com/mFPezYjgSK — Info Navsari GoG (@InfoNavsariGoG)  July 24, 2024 આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. @CMOGuj   @revenuegujarat   @SEOC_Gujarat   pic.twitter.com/hoBlmtEosT — Collector & DM Navsari (@CollectorNav)  July 24, 2024

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ  પ્રજાજનોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેકટરની અપીલ   જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  એનડીઆરએફની ટીમના ૨૮ કર્મીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારની વિઝિટ લેવામાં આવી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જુલાઈ  વલસાડ જિલ્લામાં તા. ૨૫ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેકટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નિચાણવાળા વિસ્તારમાં પણ ન જવા આમજનતાને અપીલ કરી છે.    જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂઠ લેવલ સુધી અધિકારી-કર્મચારીઓ તેમજ ગ્રામજનોને સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે. અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં

ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

 ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે : જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪:  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.  ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણના નાયબ વન સંરક્ષક શ

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

 આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી