Skip to main content

Posts

Showing posts from November, 2024

વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા

 વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો.  Gujarat Information CMO Gujarat CollectorValsad Gujarat #prakrutikkheti

વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા

 વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો.  Gujarat Information CMO Gujarat CollectorValsad Gujarat #prakrutikkheti

Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.

  Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને  પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન.

  સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન. નવસારી જિલ્લાના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું. આ મેળામાં 210થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જે આદિવાસી યુવાનોના કૌશલ્ય અને કળાઓનું પ્રદર્શન કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ આદિવાસી સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું. મેળામાં ઔદ્યોગિક તાલીમ, MSME અને રોજગારી પ્રત્યેની જાગૃતતા વધારવા સેમિનારનું પણ આયોજન કરાયું. વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આદિવાસી યુવાનોને ઉદ્યોગ અને વ્યાવસાયિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ મેળો ૯ થી ૧૦ નવેમ્બર ૨૦૨૪ સુધી ચાલશે, અને આદિવાસી સમાજની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો મંત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત

  વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત આજે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પવિત્ર જલારામ જયંતિના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા વિસ્તારના શ્રી જલારામ સેવા મંડળ, બામટી ગામ અને પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ, ફલધરા ખાતે પુ. જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યાં. શ્રી જલારામ સેવા મંડળ બામટી અને જલારામ ધામ ફલધરા ટ્રસ્ટ દ્વારા માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનું તથા ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધરમપુર વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જલારામ ધામના સંચાલક શ્રી ફુલસિંગભાઈ, સરપંચ સંધના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.

  ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ. તારીખ 08-11-2 024નાં  દિને ધરમપુર તાલુકાના ઓઝર ગામ ખાતે નવા પ્રાથમિક શાળા મકાન અને પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ઓઝર ગામના સરપંચ, સરપંચ સંધના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન.

પ્રાકૃતિક ખેતીનો માર્ગ : વલસાડ જિલ્લાના 50 ખેડૂતોએ મેળવ્યું તાલીમ માર્ગદર્શન. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ખાતે તાજેતરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૫૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા. આ તાલીમમાં ઉમરગામના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિતે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે, પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલે ખેતીમાં પશુપાલનના મહત્વ અને પશુ રોગ નિયંત્રણ અને પોષણ વ્યવસ્થાપન અંગે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું.  તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કર્યા, જ્યારે ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી મળેલા લાભો વિશે માહિતી આપી અન્ય ખેડૂત ભાઈ-બહેનોને આ પદ્ધતિ અપનાવવાનો ઉદ્દેશ આપ્યો.

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન

માનવભક્ષી દીપડાની ઝડપથી ધરપકડ: વન વિભાગની ત્વરિત કામગીરી

  માનવભક્ષી દીપડાની ઝડપથી ધરપકડ: વન વિભાગની ત્વરિત કામગીરી ધરમપુરના આંબાતલાટ ગામમાં એક માનવભક્ષી દીપડાએ વૃદ્ધાને શિકાર બનાવતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડાના આક્રમણથી સ્થાનિક લોકોએ સુરક્ષાની માંગણી કરતાં વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વન વિભાગ સાથે સંકલન કર્યું. તત્કાલ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી, અને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા ગ્રામજનોના સહકારથી દીપડાને ઝડપી પાડવામાં સફળતા મળી. આ સાથે જ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ  દ્વારા વૃદ્ધાના પરિવારને વન વિભાગ દ્વારા 24 કલાકમાં રૂ. 5,00,000 ની આર્થિક સહાય આપવા માટે તુરંત જ રજુઆત કરવામાં આવી.

વલસાડ : "દિવાળીના તહેવારમાં માનવતા: વલસાડ પોલીસનો પ્રેરણાદાયી પ્રયાસ"

વલસાડ : "દિવાળીના તહેવારમાં માનવતા: વલસાડ પોલીસનો પ્રેરણાદાયી પ્રયાસ"  વલસાડ જીલ્લા પોલીસ પરિવાર દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન, પોલીસ જવાનોની સમુદાય સાથે સહકાર અને મદદની ભાવનાને ઉજાગર કરવામાં આવી. આ પ્રસંગે અનાથ બાળકો, બેઘર પરિવાર અને અસહાય વૃદ્ધોને સહાય કરવામાં આવી, જે પોલીસ જવાનોના માનવતાના આદર્શને પ્રતિબિંબિત કરે છે. આવા સકારાત્મક પ્રયાસો સમાજમાં એકતા અને સમર્પણના ભાવને મજબૂત બનાવે છે. વલસાડ જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વલસાડની પ્રજા સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી. @dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/qD9J2KqEsY — SP_valsad (@SPvalsad) October 30, 2024

૨૬-વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ પ્રજાજનોને દિવાળી પર્વની શુભેચ્છા તથા નૂતન વર્ષાભિનંદન

 ૨૬-વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ પ્રજાજનોને દિવાળી પર્વની શુભેચ્છા તથા નૂતન વર્ષાભિનંદન

પારડી પોલીસે ગરીબ બાળકોને વસ્ત્રો ભેટ આપ્યા

 પારડી પોલીસે ગરીબ બાળકોને વસ્ત્રો ભેટ આપ્યા

વાપીના PI, દમણના મહિલા PSIને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એવોર્ડ

 વાપીના PI, દમણના મહિલા PSIને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એવોર્ડ